મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ જ કર્યાનો ઘટસ્ફોટ

0
174
/

પત્નીએ બીજા લગ્ન કર્યા બાદ પહેલા પતિ સાથે સંબંધ ચાલુ રાખતા બન્ને વચ્ચે ઝ ઘડો થવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. જોકે શ્રમિક યુવાનની તેની પત્નીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં પત્નીએ બીજા લગ્ન કર્યા બાદ પણ પહેલા પતિ સાથે સબંધ ચાલુ રાખતા બન્ને વચ્ચે ઝઘડો થવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરીને ફરાર થઈ ગઈ હોવાની મૃતકના ભણેજે ફરિયાદ નોંધાવી છે.

આ હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ ઇરોટા સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રામસિંહ ઉ.વ.23 નામના મજુર યુવાનનો આજે હત્યા કરાયેલી હાલતમાં તેની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ડી.વાય.એસ.પી.બન્નો જોશી, મોરબી તાલુકા પોલીસના પી.એસ.આઇ એમ.વી.પટેલ.સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.બાદમાં પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ હત્યાના રહસ્યમય બનાવને ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાનને બોર્થડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હાલ મૃતકની પત્ની લાપતા હોવાથી તેના પર શંકા પ્રબળ બની છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/