હળવદ : સીઝ કરાયેલ 43 હજાર મેટ્રિક ટન રેતીની હરાજી કરવામા આવશે

0
41
/
સીઝ કરાયેલી રેતીની સોમવારે હળવદ મામલતદાર કચેરી એ જાહેર હરાજી કરાશે

Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ તાલુકાના મયુરનગર અને ધનાળા ગામે પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી કાઢી સટ્ટાઓ કરવામાં આવ્યા હતા. જે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ધ્યાને આવતા આ રેતીના સટ્ટાઓને સીઝ કરવામાં આવ્યા છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૩,૧૭૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરાયો છે. સીઝ કરેલા રેતીના જથ્થાની સોમવારે હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે

હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાંથી પાછલા ઘણા સમયથી રેતી માફિયાઓ બેફામ પણે સફેદ રેતીનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. રેતી માફિયાઓ દ્વારા બ્રાહ્મણી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી કાઢી ધનાળા અને મયુરનગર ગામની વિવિધ સર્વે નંબરની જમીન પર ઢગલા કર્યા હતા. જે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગને ધ્યાને આવતા તેઓ દ્વારા આ રેતીના સટ્ટાઓને સીઝ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૩,૧૭૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરાયો છે. જેની અંદાજિત કિંમત ૫૦ લાખથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. સીઝ કરાયેલા રેતીના જથ્થાની તારીખ ૧/૬/૨૦૨૦ ના રોજ હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/