મોરબીમાં જેઠ-જેઠાણીએ દેરાણીને માર મારતા મામલો પોલીસ સુધી પહોંચ્યો

0
146
/

મોરબી : મોરબીમાં મકાન બાબતે જેઠ-જેઠાણીએ દેરાણીને માર મારતા ઘરનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક પાસેના લાયન્સનગર વિસ્તારમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશભાઈ મહંતોને તેમના મોટાભાઈ સાથે મકાન બાબતે ઝઘડો ચાલે છે. તેથી, ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ જેઠ-જેઠાણીએ એકસંપ કરીને મુકેશભાઈના પત્ની આરતીબેન (ઉ.વ. 25)ને માર માર્યો હતો. આ બનાવમાં આરતીબેનને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/