હળવદના દિઘડીયા ગામે પ્રેમી પંખીડા કેનાલમાં ડૂબી ગયાની આશંકાએ વચ્ચે શોધખોળ ચાલુ

0
168
/

દિઘડીયા ગામેથી નાસી છૂટેલા યુવાનનું બાઈક,ચંપલ અને યુવતીનો દુપટ્ટો કેનાલના કાંઠેથી મળી આવ્યો : હળવદ મામલતદાર વી.કે.સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા

હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે બે દિવસ પહેલા ગામનો જ શખ્સ યુવતીને ભગાડી ગયો હોવા નું સામે આવ્યું હતું ત્યારે આજે આ યુવાનનું બાઈક,ચંપલ અને યુવતીનો દુપટ્ટો કેનાલ કાંઠેથી મળી આવતા કેનાલમાં પડ્યા હોવાની આશંકાએ ગ્રામજનો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતો યુવાન ગામની જ એક યુવતીને ભગાડી ગયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે ભાગી ગયેલ યુવાનનું બાઈક,ચંપલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવ્યા હતા સાથે સાથે યુવતીનો વાદળી કલરનો દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જેથી ગ્રામજનો દ્વારા ભાગી ગયેલા પ્રેમી પંખીડા કેનાલમાં પડ્યા હોવાની આશંકાએ શોધખોળ આદરી છે. બનાવને પગલે હળવદ મામલતદાર વી.કે સોલંકી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/