હળવદના પોલીસ કર્મચારીને છોટા ઉદેપુર અને વાંકાનેરના પોલીસ કર્મચારીને પણ તાપી ખાતે મુકાયા
હળવદ, વાંકાનેર : હાલ રાજ્યમાં થોડા સમય પહેલા લાંચ લેતા પકડાયેલા 10 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લાના બે લાંચિયા પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા એસીબીની હાથે લાંચ લેતા પકડાયેલા હળવદ અને વાંકાનેરના બે લાંચિયા પોલીસ કર્મચારીની ફરજથી દૂરના સ્થળોએ બદલી કરાઈ છે. હળવદના પોલીસ કર્મચારીને છોટા ઉદેપુર અને વાંકાનેરના પોલીસ કર્મચારીને પણ તાપી ખાતે મુકાયા છે.
છેલ્લા સમય પહેલા એસીબીએ લાંચનું છટકું ગોઠવીને હળવદ પોલીસ મથકમાં અ. હેડ કોન્સ. તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલાને રૂ.40 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આવી જ રીતે વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સ.કિરીટસિંહ નટવરસિંહ ઝાલા રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીએ આ કેસમાં બન્ને લાંચિયા પોલીસ કર્મચારી સામે જરૂરી કાર્યવાહી કરી હતી અને રાજ્યના પોલીસ વડા સમક્ષ આ લાંચિયા પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. જેના પગલે હળવદ લાંચિયા પોલીસ કર્મચારી પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલાની છોટા ઉદેપુર ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ વાંકાનેર પોલીસ મથકના હેડ કોન્સ.કિરીટસિંહ નટવરસિંહ ઝાલાની તાપી (વ્યારા ખાતે બદલી કરવામાં આવેલ છે
આથી ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા સહિત રાજ્યમાં થોડા સમય પહેલા એસીબીના હાથે અલગ અલગ પોલીસ સ્ટેશનના 10 જેટલા લંચિયા કર્મચારીઓ લાંચના છટકામાં આબાદ સપડાઈ ગયા હતા. આથી, એસબીના રાજ્યના નિયામક દ્વારા લંચિયા કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની રાજ્યના પોલીસ વડા સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. આથી, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ લંચિયા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવી આ તમામની સાગમટે ફરજથી દૂરના સ્થળે બદલી પણ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide