મોડી રાત્રિના બનેલા બનાવથી મોટું નુકસાન: ગ્રામજનોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો
હળવદ: હાલ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સરા રોડ પર આવેલ એક ખાનગી મોલમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઉઠતા મોલમાં રહેલ ૫૦ ટકાથી પણ વધુ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે ગ્રામજનો અને મોલ માલિક સમયસર આવી જતા ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સરા રોડ પરના ઘનશ્યામભાઈ ચતુરભાઈ સોનગરાના એસ.બી સુપર મોલમાં ગત રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જે ગામલોકોના ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક મોલ માલિકને બોલાવી આગ પર સતત પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો મોલમાં રહેલ ૫૦ ટકાથી પણ વધુ માલ આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide