રાજ્યમાં ઓમીક્રોન કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો જામનગરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

0
161
/
/
/

મોરબી : હાલ એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે.

જામનગરમાં અતિ ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે.હાલમાં નવા વેરિયન્ટ વાળા આ દર્દીને અલગ વ્યવસ્થા સાથે સારવાર શરૂ કરવામાં આવી છે. નવા વોરીયન્ટ સાથેના આ દર્દીને લઈ આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner