આજે પ્રથમ દિવસે સરેરાશ ૪૦૦ થી ૧૦૦૦ સુધીનો ભાવ રહ્યો:પ્રારંભે જ ૫ હજાર મણ ની આવક
હળવદ: આજરોજ હળવદ માર્કેટ યાર્ડ માં લસણની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે ૭૦ જેટલા ખેડૂતો લસણ વેચવા માટે આવ્યા હતા હરરાજીના પ્રથમ દિવસે લસણનો ભાવ ૪૦૦ થી ૧૦૦૦ સુધીનો બોલાવ્યો હતો જોકે મુર્હૂતનો ભાવ ૧૧૫૧ બોલાયો હતો.
હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતોને અન્ય જિલ્લામાં લસણ નું વેચાણ કરવા માટે ન જવું પડે તેવા હેતુ સાથે આજથી હળવદ માર્કેટ યાર્ડ માં લસણની હરરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.
આજે હરરાજીના પ્રથમ દિવસે જ હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ૭૦ જેટલા ખેડૂતો લસણ લઈને આવ્યા હતા જેથી આજે પ્રથમ દિવસે જ પાંચ હજાર મણની આવક પણ નોંધાઇ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide