હળવદ પોલીસ દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો

0
88
/

વિવિધ સૂત્રો દર્શાવતા બેનરોથી ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરતા

હળવદ : આજે હળવદ પોલીસ દ્વારા હળવદમાં રાહદારીઓ અને વાહનચાલકોને વિવિધ સૂત્રોવાળા બેનરો થકી ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.

હળવદ પોલીસ દ્વારા હળવદ ખાતે ટ્રાફિકની જાગૃતિ માટે સરા ચોકડી, ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમાં ‘ઝડપની મજા, મોતની સજા’, ‘રાત્રીના સમયે ડીપરનો ઉપયોગ કરો’ સહિતના સૂત્રો દર્શાવતા બેનરો થકી વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે તેમજ વાહનોને લગતા નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી અને વાહન અકસ્માતો ન થાય તે માટે તકેદારી રાખી વાહનો ચલાવવા સૂચનો કાર્યક્રમ આપવામાં આવેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/