હળવદ : શક્તિનગર પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત થયો

0
86
/

હળવદ: હળવદ તાલુકાના શક્તિ નગર ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકને ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઈવે પર આવેલ શક્તિ નગર ગામ પાસે ઢવાણા ગામે રહેતા સુરેશભાઈ પુંજાભાઈ મકવાણા બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા તેઓને ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલીક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે વધુ સારવાર માટે ફરજ પરના તબીબો દ્વારા મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/