મોરબીમાં ભળીયાદ નજીક માટીના ઢગલામાં સંતાડેલી 121 દારૂની બોટલ જપ્ત

0
90
/

મોરબી : મોરબીના ભળીયાદ નજીક આવેલ સરકારી ખરાબામાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 121 બોટલ દારૂ પણ કબજે કર્યો છે.

મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ કણોતરા તથા ભરતભાઇ જિલરીયાને બાતમી મળી હતી કે ભળીયાદના અલંકાર કારખાના પાસે સરકારી ખરાબામાં જયુભા પંચાણજી ઝાલા નામના આરોપીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા દરોડો પાડતા બનાવ સ્થળેથી 121 બોટલ રોયલ ચેલેન્જ વ્હિસ્કી દારૂની બોટલ કિંમત રૂ.62920ની કબજે કરી આરોપી સ્થળ ઉપર હાજર ન મળી આવતા ગુન્હો પણ દાખલ કર્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/