હળવદ : પશુ ડોકટરે ઓપરેશન કરી પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસનો જીવ બચાવી માનવતા દાખવી

0
56
/

હળવદ: ઘણીવાર જાહેરમાં જ્યાં ત્યાં કચરો ફેકી દેનાર લોકો જાણતા હોતા નથી કે તેની નાનકડી બેદરકારી પશુઓ માટે જીવના જોખમ સર્જી સકે છે હળવદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભેંસનું પશુ ડોકટરે ઓપરેશન કરી પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસનો જીવ બચાવ્યો હતો

પ્લાસ્ટિકનો કચરો જ્યાં-ત્યાં ફેંકવો નહીં જેથી પશુઓને ખાવામાં આવે નહીં પરંતુ લોકો જયા ત્યા કચરો ફેકે છે જેનો ભોગ મુંગા અબોલ જીવો બને છે, આવો જ એક બનાવ હળવદ બન્યો હતો હળવદના મયાભાઈ રબારીની ભેંસને સોમવારે રાત્રે અચાનક અફરો ચડતા તેમને રાત્રિના પશુ ડો નાયકપરાને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલીક દોડી આવ્યા હતા, ભેંસની તપાસ કરતા કાઈ ક ખાવા આવી ગયુ હોવાથી આફરો ચડવાનુ જણાયુ હતુ, તાત્કાલિક ધોરણે ભેંસનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું

જેમાં ધારણા મુજબ જ ભેંસના પેટમાંથી વીસ કિલોથી વધુ પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો અને ભેંસનો જીવ બચાવી લેવામાં આવ્યો છે પરંતુ સ્વાર્થી માણસો જ્યાં ત્યાં કચરો ફેકી પશુઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે સેવાભાવી જનકભાઈ રબારી મયાભાઈ રબારી વગેરે જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ડો, નાયક પરા અને હષૅ મણવરે ભારે જહેમત બાદ ભેંસનો જીવ બચાવી માનવતાનું ઉદાહરણ આપેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/