મોરબી : ABVPની મહિલા કાર્યકરો દ્વારા કોરોના વોરિયર મહિલા પોલીસકર્મીઓનું વિશિષ્ટ સન્માન કરાયું

0
78
/

મોરબી : આજે ABVP મોરબી શાખાની મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોરોના વોરિયર્સ એવા મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ હતું.

કોવિડ- 19ની વૈશ્વિક મહામારીમાં પણ નારીશક્તિ કાર્યરત છે. ત્યારે ABVP મોરબી શાખાના મહિલા કાર્યકર્તાઓ દ્વારા મોરબી DY.SP રાધિકાબેન ભારાઇ સહિત મહિલા પોલીસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને એ ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન તેમજ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને પણ નગર દરવાજા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. તેમ મોરબી ABVP નગર મંત્રી સંદિપસિંહ બી.જાડેજા એ યાદીમાં જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/