પરિણીત યુવક અને અપરિણીત યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
હળવદ : હાલ હળવદના ડુંગરપુર ગામે યુવક- યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે નાના એવા ગામમાં સોપો પડી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દૌર શરૂ કર્યો છે.
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે આજે એક સીમની ઓરડીમાં યુવક-યુવતીના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મૃતક યુવકનું નામ રઘુભાઈ રાણાભાઈ ઠાકોર છે. તેમની ઉંમર 27 વર્ષ છે અને તેઓ ડુંગરપુર ગામના રહેવાસી છે. જ્યારે યુવતીનું નામ કાજલબેન જીવણભાઈ ઠાકોર છે. તેમની ઉપર 20 વર્ષ છે અને તેઓ વાંકાનેર તાલુકાના ઓળ ગામના રહેવાસી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide