હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની લોકચર્ચા

0
110
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું

Mehul Bharwad (Halvad) હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ ખાંભલા ઉપર સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ આ ઘટનામાં નવો વણાંક આવ્યો છે. જેમાં હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી કરવામાં આવી છે. તેથી આ પીઆઈની રાજકીય ઈશારે બદલી થયાની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.

હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ ખાંભલા ઉપર સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ આ ઘટનામાં નવો વણાંક આવ્યો છે. જેમાં હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી કરવામાં આવી છે. તેથી આ પીઆઈની રાજકીય ઈશારે બદલી થયાની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે

હળવદની સરા ચોકડી પાસે થોડા દિવસ પહેલા હળવદના પીઆઇ સંદીપ ખાંભલા સહિતનો પોલીસ સ્ટાફ ફરજ ઉપર હતો. તે સમયે હળવદના રાજકીય ક્ષેત્રે વગદાર ગણાતા નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પીઆઇ સંદીપ ખાંભલા ઉપર કાર ચડાવવા સુધીની ઘટના બની હતી. જેમાં પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. આ સમગ્ર બનાવની એલસીબી તપાસ કરી રહી હતી. પણ આરોપી પોલીસ પકળથી દૂર રહ્યા હતા. તે દરમિયાન હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની અચાનક બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ કર્મીઓ માટે આ બદલી આંચકારૂપ છે, કારણ કે પોલીસને રાજકીય વગદાર સાથે માથાકૂટ થઈ હોય જેના કારણે રાજકીય દબાણથી પીઆઇનો ભોગ લેવાયો હોવાની ચર્ચા સાથે પોલીસ બેડામાં કચવાટ અને ભારે નારાજગી જોવા મળી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/