ગઈકાલે લગ્ન પ્રસંગે કરાયેલ હવામાં ફાયરિંગના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
હળવદ : હળવદ તાલુકાના નાના એવા રાયધ્રા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં હરખમાં ને હરખમાં કન્યાપક્ષ દ્વારા જોટામાંથી હવામાં ભડાકા કરવામાં આવતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નાના એવા રાયધ્રા ગામમાં ગઈકાલે એક કન્યાના લગ્નોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે ઢોલના તાલે નીકળેલા ફુલેકામાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિની મદદથી દેશી બંદૂક જેવા જોટા હથિયારમાંથી હવામાં ભડાકા કરવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide