જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ આરોપીઓને દબોચી લેવાયા
હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગઈકાલે લગ્ન પ્રસંગે જોટા બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરનાર ઇસમોને હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
હળવદના રાયધ્રા ગામે લગ્ન પ્રસંગમાં જાહેરમાં બંદૂકમાંથી ફાયરિંગ કરતા આ બનાવના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતા જે અનુસંધાને પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાએ વાચરલ થયેલ વિડીઓ બાબતે લગ્ન પ્રસંગમાં ફાયરીંગ કરનાર ઈસમોને સત્વરે શોધી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા જાણવા મળેલ કે હળવદ તાલુકાના રાયધ્રા ગામે ખેગાંરભાઈ ગાડુભાઈ કુકવાવાના દિકરાની દિકરીઓના લગ્નમા આ ફાયરીંગ થયેલ હતું.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
