હળવદ : અજાણ્યા શખ્સો દ્વારા ઢોર માર મરાતા ઇજાગ્રસ્ત યુવકનું મોત

0
245
/

હળવદ: તાજેતરમા હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ નગરપાલિકાના આવાસ ના મકાન માં રહેતા ગોરધનભાઈ કોળીનો ૨૧ વર્ષનો લાલજીભાઈ નામનો યુવાનને ગત તારીખ ૨૯/ ૭ ના રોજ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કોઈ અગમ્ય કારણોસર ધોકા અને પાઈપ વડે હુમલો કરતા હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી

ત્યારે ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે લાલજીભાઈ‌ને કોઈ ‌અજાણ્યા લોકો મુકી‌ ગયેલ ત્યારે શુક્રવારે બપોરે અચાનક જ તબિયત વધુ બગડતાં ધાંગધ્રા સરકારી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે સારવાર મળે તે પહેલા જ બાવળી નજીક પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું જેને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે લાલજીભાઈ ‌મૃત જાહેર કર્યો હતોઆ બનાવની જાણ પોલીસને કરતા ધાંગધ્રા તાલુકા પી.આઈ એ.એચ.ગોરી,પી.એસ.આઈ.ચૌહાણ,ખુમાનસિંહ અને મહિપાલસિંહ સહિતનો સ્ટાફ સરકારી હોસ્પિટલે દોડી આવ્યો હતો અને હળવદની પૂર્વ ઘટના હોવાનું માલુમ પડતા હળવદ પોલીસને જાણ કરી હતી જ્યારે આ બાબતે મૃતક યુવાનની માતાએ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે મારા દીકરાને કોઈ ૭થી૮ વ્યક્તિઓએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી છે હાલમાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલે લઈ ગયા હાલ મારા છોકરાનુ મોત નીપજ્યું છે અને અમો રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પીએમ માટે લઈ જવા નીકળી ગયા છીએ તેમ જણાવ્યું હતુ અને પી.એમ રીપોર્ટ ‌બાદ જ મૃતક યુવાનના મોતનું સાચું કારણ બહાર આવી શકે‌ તેમ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું અને આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના સંકલન બાદ હળવદ પોલીસ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/