ખેડા: હાલ સાવલી તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ પોતાની જ ૧૪ વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તાજેતરમા સાવલી તાલુકામાં ઘોર કળિયુગનો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાની સગી દીકરી રાત્રે રૂમમાં ઊંઘતી હતી ત્યારે સગો બાપ દીકરીની બાજુમાં ઊંઘી જઈ દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા નવ મહિનાથી પુત્રીનું જાતીય શોષણ કરતા પિતાએ કોઈને કહીશ તો મમ્મી અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. માસૂમ પુત્રી છેલ્લા ઘણાં મહિનાઓથી હંમેશા ઉદાસ રહેતી હોવાથી માતાએ પુત્રીને કારણ પૂછતાં પુત્રીએ રડતા રડતા સમગ્ર હકીકત જણાવતાની સાથે જ માતા સહિત કુટુંબીજનોએ ભારે ભૂકંપ સમાન આંચકો અનુભવ્યો હતો અને હિંમત કરીને ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે તુરંત હવસખોર પિતાને ઝડપીને કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide