મોરબીની ગોકુલમથુરા સોસાયટીમાં ૨૯ જેટલા એપાર્ટમેંન્ટમાં મંજુરી વગર જ બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારાઇ

0
230
/

મોરબી શહેરમાં ગેરકાયદેસર તેમજ આડેધડ બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરમાં ગમે ત્યાં બહુમાળી ઈમારતો ખડકી દેવામાં આવી રહી છે ત્યારે મોરબીના મેઈન કેનાલ રોડ દલવાડી ચોક પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં બનતા ૨૯ એપાર્ટમેંન્ટ પાલિકાની પૂર્વ મંજુરી વિના જ બાંધકામ ચાલુ હોય જેને નોટીસ ફટકારવામાં આવી છે

મોરબીના કેનાલ રોડ પર દલવાડી ચોક પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં બની રહેલ ૨૯ એપાર્ટમેન્ટને પાલિકા તંત્રએ નોટીસ ફટકારી છે જે અંગે પાલિકા પ્રમુખ કેતન વિલપરા પાસેથી મળતી માહિતી મુજબ ગોકુલ મથુરા સોસાયટીમાં બાંધકામ પૂર્વ મંજુરી, નિયમ કરતા વધારે માળ બનાવવામાં આવી રહ્યા હોય જેથી ૨૯ એપાર્ટમેન્ટને નોટીસ ફટકારાઈ છે મોરબીમાં પાલિકાની પૂર્વ મંજુરી વિના તેમજ નિયમ વિરુદ્ધ આડેધડ બહુમાળી ઈમારતો ખડકી દેવામાં આવી રહી હોય ત્યારે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે અને ૨૯ એપાર્ટમેંન્ટ નિયમ વિરુદ્ધ બાંધકામ ચાલતું હોય જે તાત્કાલિક ધોરણે રોકી દેવા નોટીસ પાઠવી છે અને ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં નહિ આવે તો ધોરણસર પગલા લેવામાં આવશે તેવા સમાચાર પાલિકા પાસેથી પ્રાપ્ત થઇ રહયા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/