ચાની હોટલના છાંયડામાં તેમજ વૃક્ષની ડાળીએ શક્તિના બાટલા લટકાવવા પડયા : દર્દીઓ બાપડા બિચાકડા બન્યા
વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે વાયરસ તાવ શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવતા દવાખાના ટૂંકા પડી રહ્યા છે અને હવે દર્દીઓને ઝાડવાને છાંયે સુવડાવી ઝાડની ડાળીએ બાટલા લટકાવી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ગત અઠવાડિયે મોરબીના સીરામીક કારખાનામાં અને ગઈકાલે ખાખરેચીના વિડીયો બાદ આજે વાંકાનેર તાલુકાના પલાસ ગામનો વિડીયો વાઇરલ થયો છે જેમાં ડઝનથી વધુ દર્દીઓને ઓપનએર ટ્રીટમેન્ટ અપાતી હોવાનું સામે આવ્યું છે.
મોરબીનો આરોગ્ય વિભાગ તમામ મોરચે નિષ્ફ્ળ નીવડ્યો હોય તેવી સ્થિતિમાં હાલમાં ગામડે-ગામડે માંદગીના બિછાના પથરાયા છે અને લોકોને કોરોનાના કારણે સારી હોસ્પિટલમાં સારવાર કે દાખલ કરાતા ન હોય નાના ક્લિનિકમાં સારવાર માટે જવું પડે છે અને નાના સેન્ટરમાં 10 ફૂટ બાય 10 ફૂટના ક્લિનિકમાં મોટી સંખ્યામાં દર્દીને બાટલા ચડાવવાની સારવાર ઉપલબ્ધ ન હોય હોટેલના છાપરામાં અને ગામના પાદરમાં વૃક્ષના છાંયે સુવડાવી સારવાર કરવાની નોબત આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide