મોરબીમાં આવાસ યોજનાના ઘર ફાળવવામાં તંત્રની ડાંડાઈ સામે આંદોલનની ચીમકી

0
243
/

10 જૂને પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે મંજૂરી આપવા સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં પાલિકા તંત્ર ડાંડાઇ કરતું હોવાથી સામાજિક કાર્યકરોએ આ મામલે આંદોલન કરવાનું એલાન આપ્યું છે.સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરીને આ મામલે મંજૂરી માંગીને આગામી 10 જૂને પાલિકા કચરીએ ગાંધી ચિધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ કલેકટર સહિત ઉચકક્ષાએ રજુઆત કરીને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં પાલિકા તંત્ર દ્વારા શહેરના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળની જગ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોના ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે આવાસો બનાવવામાં આવ્યા હતા અને આવાસો પણ તૈયાર થઈ ગયા છે.જોકે આ આવાસો માટે પાલિકા તંત્ર દ્વારા ડ્રો પણ થઈ ચૂક્યો છે અને લાભાર્થીઓ તંત્રએ આવાસો માટે નિયત કરેલી રકમ પણ ભરપાઈ કરી દીધી હતી.તેમ છતાં હજુ સુધી પાલિકા તંત્રએ લાભાર્થીઓને આવાસોની સોંપણી કરી નથી

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/