મોરબી કલેકટરે સવા વર્ષ પહેલા કરેલા આદેશની આજ સુધી મામલતદારે નથી કરી અમલવારી!

0
156
/

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલા સરકારી ખરાબામાં વર્ષોથી મચ્છોનગર બનાવવમાં આવ્યું છે જેમાં ગરીબ પરિવારોને રહે છે આ પરિવારને સરકારી રાહે જમીન આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈને જીલ્લાના પૂર્વ કલેકટર દ્વારા જમીનની કિંમત નક્કી કરવા માટેનો હુકમ પણ કરવામાં આવ્યો હતો જો કે, આજ દિન સુધી તે હુકમની અમલવારી મામલતદાર મોરબી દ્વારા કરવામાં આવી નથી જેથી ગરીબ પરિવારો જમીન મેળવવા માટે સરકારી કચેરીઓમાં ધકકા ખાઈ રહ્યા છે

કોઇપણ જગ્યાએ સરકારી ખરાબામાં જો દબાણ કરવામાં આવ્યું હોય તો તે અંગેના દબાણ કેસો કરવામાં આવે છે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી નજીકના જાંબુડિયા ગામ પાસે સરકારી ખરાબામાં વર્ષોથી મચ્છોનગર બનાવવમાં આવ્યું છે જેમાં ગરીબ પરિવારોને રહે છે અને તેનો દબાણનો કેસ ચાલી ગયો જેમ તેઓએ દબાણ કર્યું છે તેવી કબુલાત આપી છે અને સરકારના નિયમ પ્રમાણે જો જમીન ભાવ નક્કી કરી દેવામાં આવે તો તે રકમ ભરવા માટે ત્યાં રહેતા પરિવારો તૈયાર છે જેથી મોરબી જીલ્લાના પૂર્વ કલેકટર દ્વારા તા ૨૮/૨/૧૮ના રોજ હુકમ કરીને ગરીબ અને પછાત વર્ગના લોકોના હિતને ધ્યાનમાં રાખીને સરકારી જમીની કિંમત નક્કી કરી આપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો

જેથી હાલમાં ત્યાં રહેતા પરિવારો દ્વારા તા ૩/૪/૧૮ના રોજ જરૂરી આધાર પુરાવાઓ તેમજ નકશા સહિતની માહિતી સાથે જમીની માંગણી સાથેની અરજી કરવામાં આવી હતી જો કે, કલેકટરે કરેલા હુકમને આજે સવા વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ મોરબીના મામલતદાર દ્વારા જમીની કિંમત નક્કી કરી દેવામાં આવી નથી જેથી મચ્છોનગર સેવા સમિતિના ટ્રસ્ટના પ્રમુખ હેમુભાઈ દ્વારા વધુ એક વખત મામલતદારને જમીનની કિંમત નક્કી કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે

છેલ્લા કરવામાં આવેલ અરજીમાં લખ્યું છે કે, મહેસાણામાં થોડા સમય પહેલા આવી જ રીતે નીચેના કર્મચારીઓના ત્રાસથી કંટાળીને ભાનુભાઈએ આત્મવિલોપન કર્યું હતું જેથી મોરબીમાં મહેસાણા જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તેના માટે મચ્છોનગરમાં રહેતા લોકોને જમીન અને પ્રાથમિક સુવિધાઓ મળે તેના માટે યોગ્ય કરવાની માંગ કરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/