મોરબી : હાલ મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ભૂલથી બે લાખ બીજાના ખાતામાં જમા કરી દીધા હતા. સામે સુરેન્દ્રનગરના વેપારીના ખાતામાં અચાનક બે લાખ જમા થઈ ગયા બાદ તેઓએ પ્રમાણિકતા દાખવી બે લાખ જમા કરાવનાર મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ઓળખ મેળવી તેમને તેમના પૈસા સુપ્રત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી છે.
મોરબીના શિવાય રોડલાઇન્સ કુ. નામના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા બિમલ પટેલે તા.4 ના રોજ 2 લાખ રૂપિયા ભૂલથી સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના અશ્વિનભાઈ શેખાભાઈ કલોત્રાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. અશ્વિનભાઈ બીમાલભાઈને ઓળખતા ન હોવા છતાં પોતાના વ્યવસાયના સાથી કનુભાઈ પાલનપુરવાળાને જાણ કરી કે મારા ખાતામાં કોઈ શિવાય રોડલાઇન્સના 2 લાખ રૂપિયા જમા થયા જેની વાત કનુભાઈએ ધીરુભાઈને જણાવતા મોરબીના બીમલભાઈ વાત કરતા જાણ થઈ કે તેમના જ રૂપિયા છે જે અશ્વિનભાઈ એ પ્રમાણિકતા દાખવી બિમલભાઈને આજ રોજ 2 લાખ સુપરત કર્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide