હાલ રજાનો દિવસ હોય કે ચાલુ દિવસની સાંજ, જો તમને થોડી ભૂખ હોય તો તમે ફટાફટ ગરમા ગરમ નાસ્તામાં ગુજરાતી રેસિપિ ખીચું ટ્રાય કરી શકો છો. તેના માટે તમારે વધારે મહેનત કરવાની રહેશે નહીં. 10 મિનિટમાં આ ખીચું બની જશે અને તમે તેની મજા માણી શકશો. આ નાસ્તો હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ બને છે. જો થોડી ટિપ્સને જાણી લેશો તો તમે તેની મજા વધારી શકશો. તો જાણો નવી રેસિપિ અને કરો ટ્રાય.
સામગ્રી
- 1/2 કપ ચોખાનો લોટ
- 11/2 કપ પાણી
- 1 ચમચી જીરું
- 1 ચમચી અજમો
- 1 ટેબલ સ્પૂન તેલ
- 2 લીલા મરચાની પેસ્ટ
- ચપટી હિંગ
- સ્વાદ પ્રમાણે મીઠું
- બારીક સુધારેલી કોથમીર
- 1/4 ટીસ્પૂન સોડા
- અથાણાનો મસાલો
બનાવવાની રીત
આ બંનેને વેલણથી મિક્સ કરી લો. તેમાં ગટ્ઠા ન રહે તેનું ધ્યાન રાખો. હવે પા કપ પાણી ઉમેરીને ફરીથી મિશ્રણને હલાવી લો. હવે એક પેન ગરમ કરો. તેમાં દોઢ કપ પાણી ગરમ કરો. તેમાં 1 ચમચી જીરું અને અજમો મિક્સ કરો. હવે તેમાં 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરો. તેમાં 2 લીલા મરચાની પેસ્ટ ઉમેરો. તેમાં ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. તેમાં બારીક સુધારેલી થોડી કોથમીર મિક્સ કરો. પાણી ઉકળે એટલે તેમાં 1/4 ટીસ્પૂન સોડા ઉમેરો. હવે ચોખાનું મિશ્રણ ફરીથી હલાવો અને તેને ઉકળતા પાણીમાં ઉમેરો. હવે પાણીના મિશ્રણને સતત મીડિયમ ફ્લેમ પર રાખીને હલાવો. તમામ પાણી શોષાઈ જાય ત્યાં સુધી તેને હલાવો. હવે તેને 3-4 મિનિટ સુધી ઢાંકીને રાખો. તેને મસ્ત ટેક્ચર મળશે. મસ્ત ગરમાગરમ ખીચું ફટાફટ તૈયાર થઈ જશે. તમે તેની મજા માણી શકો છો. ખીચું પીરસો ત્યારે ઉપરથી તેલ અને અથાણાનો મસાલો મિક્સ કરો. તેનો ટેસ્ટ વધી જશે.
ટિપ્સ
જેટલો લોટ હોય તેનું 11/2 કપ પાણી ઉપયોગમાં લેવાનું રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide