ગાંધીનગર: અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા 4 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ, 31મી ઓક્ટોબર પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા કામગીરી

0
70
/

તાજેતરમા ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. સી પ્લેનનું એરોડ્રામ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ 4,047 ચોરસ મીટર જમીન નાગરિક ઉડ્ડયન વિભાગ ને ફાળવવાનો નિર્ણય લીધો છે,

અગાઉ પાલડી બાજુની જમીન પર ગાર્ડન બનાવવા નક્કી કરાયું હતું
સી પ્લેનનું એરોડ્રામ માટેની જમીન સાબરમતી નદીના પશ્ચિમ બાજુના આંબેડકર બ્રિજ પાસેના પાલડી બાજુ ફાળવવામાં આવી છે. અગાઉ આ જગ્યા પર ગાર્ડન બનાવવાનો હતો પરંતુ હવે એરોડરામ માટે ફાળવવામાં આવી છે. અમદાવાદ સાબરમતીમાં વોટર એરોડ્રામ માટે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે સી પ્લેન એરોડ્રામ બનાવવા માટેની લોટિંગ જેટી અમદાવાદ મોકલવામાં આવતી હોવાની રાજ્યકક્ષાના કેન્દ્રીયશિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કેટલીક તસવીરો ટ્વિટ કરી હતી.

સી પ્લેન પ્રોજેક્ટના માંડવિયાએ ટ્વિટ કરી વખાણ કર્યા હતા
મનસુખ માંડવિયા પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘ અમદાવાદ આવી રહી છે ઈનોવેટિવ કોન્ક્રીટ લોટિંગ જેટી!’ તેમણે લખ્યું છે કે, સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા નદી પર બનનારા વોટર–એરોડ્રામનો આ ભાગ છે. સીપ્લેન ટૂંક સમયમાં જ હકીકત બનશે! સાથે જ તેમણે શિપિંગ મંત્રાલય અને ઈનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ પ્રોજેકટમાં ઝડપ કરવા માટે વખાણ પણ કર્યા.

3 એરોપ્લેનની પસંદગી કરાઈ
2017માં વિધાનસભાની ચૂંટણી સમયે પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે, કેન્દ્ર સરકારે 19 પેસેન્જરની ક્ષમતા ધરાવતા ત્રણ એરપ્લેનની પસંદગી કરી લીધી છે. આ પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઉડશે. સૂત્રો મુજબ, સી પ્લેન દ્રારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અંતર 50 મિનિટમાં કાપી શકાશે. અમદાવાદથી બાય રોડ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવામાં ૩ કલાક જેટલો સમય લાગે છે.

રોજની 4 ઉડાન ભરાશે
આ સિવાય સી પ્લેનની સર્વિસ શરૂ કરવા માંટે શેત્રુંજી નદી પરનું સ્થાન પસદં કરાયું છે. આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત રિજનલ કનેકિટવિટી હેઠળ અત્યાર સુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું 4થી 5 હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ 4 જેટલી લાઈટ ઉડાણ ભરશે અને સી પ્લેનમાં 2 પાઈલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ મેમ્બર્સ હશે.

વિધાનસભા ચૂંટણી ટાણે મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન ઉતાર્યું હતું
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પીએમ મોદીએ અગાઉ કોઈ પણ પ્રકારની જાહેરાત કર્યા વિના અચાનક અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી પ્લેનથી મુસાફરી કરી હતી. જોકે, બાદમાં આ પ્રોજેકટ અટવાઈ ગયો હતો. બાદમાં હવે એકાએક સી પ્લેન માટેની તૈયારીઓ પૂરજોરમાં શરૂ થઈ ગયેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/