ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ વિભાગને ખાસ સૂચના

0
19
/

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે કે, તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ-મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવું. રાજ્યની મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓના વિકાસ કામોના ચેક વિતરણની વીડિયો કોન્ફરન્સમાં આ સૂચનાઓ આપી છે.

સ્થળ ચેકિંગની મહાનગરો-નગરોના સત્તાતંત્રોને સૂચના
આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ-તપાસ કરવા અને પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગરો-નગરોના સત્તાતંત્રોને આપી છે. જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયર સેફ્ટી સહિતની વ્યવસ્થાઓ સત્વરે ઊભી કરાવવા પણ શહેરી વિકાસ વિભાગ કાર્યવાહી કરે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે અમદાવાદ હોસ્પિટલ આગ દુર્ઘટનાને દુ:ખદ ગણાવી માર્યા ગયેલા વ્યકિતઓને શ્રદ્ધાંજલી અને શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી

ભવિષ્યમાં આગની ઘટના ન બને તેની પૂરતી કાળજી રાખવા તાકીદ
અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગવાની જે ઘટના બની તેવી કોઇ પણ ઘટના ભવિષ્યમાં ક્યાંય કોઈ બેદરકારીને કારણે કે જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે બને નહીં તેની પૂરતી કાળજી લેવાય તેવી સૂચનાઓ પણ આપી છે. માનવજીવન અમૂલ્ય છે તેમ જણાવી મુખ્યમંત્રીએ આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવા વારો ન આવે તેવી સ્થિતિના નિર્માણ માટે તાકિદ કરાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/