અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા
માળીયા : હાલ માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે કારમાં ખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ છુપાવીને હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસની તપાસમાં આ બન્ને બુટલેગરોનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો અને દારૂની હેરાફેરીના અન્ય ગુના પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા હતા.
માળીયા (મીં) પોલીસ સ્ટાફે ગઈકાલે નેશનલ હાઇ-વે રોડ પર આરામ હોટલ સામે કચ્છથી માળીયા તરફ આવતા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી ઇકો ગાડી નં- GJ-03-LG-5080 ને ઝડપી લીધી હતી.આ કારની તલાશી લેતા તેમાં ખાનું બનાવીને છુપાવેલો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. આથી માળીયા પોલીસે કારની કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦, વિદેશી દારૂ ની બોટલો નંગ-૮૪ કિ રૂ ૩૧,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ રૂ-૫,૫૦૦ એમ કુલ ૨,૩૭,૦૦૦ ના મુદામાલ સાથે આરોપીઓ ઇમરાનભાઇ કાળુભાઇ દીવાન અને ઇમરાનશા કાસમશા દીવાનને ઝડપી લીધા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide