છોટાઉદેપુર: હાલ જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ ઉમેરાયા, કુલ આંક 370 થયો

0
43
/

છોટાઉદેપુર : તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં તારીખ 5 સુધીમાં 364 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં તારીખ 6ના નવા 6 પોઝિટિવ કેસ ઉમેરાતા કુલ આંક 370 ઉપર પહોંચ્યો છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં કેસો વધતા તંત્ર ચિંતામાં મુકાયું છે.

280 કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે

જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 6 કેસ ઉમેરાયા તેમાં (1) 22 વર્ષ પુરુષ કસ્બા સંખેડા (2) 29 વર્ષ સ્ત્રી નવાપુરા છોટાઉદેપુર (3) 72 વર્ષ સ્ત્રી નવાપુરા છોટાઉદેપુર (4) 26 વર્ષ પુરુષ સ્વામિનારાયણ સોસાયટી પાવીજેતપુર (5) 32 વર્ષ પુરુષ જોજવા બોડેલી (6) 36 વર્ષ સ્ત્રી અલીપુરા બોડેલી પોઝિટિવ આવ્યા છે. હાલમાં 280 કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 78 દર્દી એડમિટ છે અને 10 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 342 એન્ટીગન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે. 2 દર્દીને સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. દિન પ્રતિદિન વધતા જતા કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા ફરજીયાત માસ્ક તથા સેનિટાયઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ ખૂબ જરૂરી છે. સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 154 કેસ નોંધાયા છે. બીજા ક્રમે સંખેડા 76 , છોટાઉદેપુર 68 , કવાંટ 28, પાવીજેતપુર 27 અને નસવાડી 17 કેસ નોંધાયા છે.

CORONA-7
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/