ચૂંટણી પુરી અને મોરબીમાં ગટર ઉભરાવવાનું શરૂ

0
175
/

વાવડીરોડ ઉપર જીવન જ્યોત સોસાયટીમાં છલકાતી ગટરની સમસ્યા મહિલાઓએ જાત મહેનતે ઉકેલી હતી 

મોરબી : હાલ મોરબી શહેરના વાવડીરોડ ઉપર સુવિધાના નામે દુવિધાથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે ફટાફટ રોડ-રસ્તાના કામ શરૂ થયા બાદ પાલિકા ફરી મૂર્છિત થઈ ગઈ હોય તેમ ગઈકાલે મતદાન પૂર્ણ થતાની સાથે જ આજે ગાયત્રીનગર, જીવનજ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાનું શરૂ થતા પાલિકાએ કાન ન આપતા અંતે મહિલાઓએ જાત મહેનત જિંદાબાદ કરી ગટરની ગંદકી જાતે ઉલેચી હતી.

મોરબી શહેરના વાવડીરોડ ઉપર નગરપાલિકાની નીરસતાભરી નીતિને કારણે લોકો રોડ, રસ્તા, સ્ટ્રીટલાઈટ અને ભૂગર્ભ ગટરની સમસ્યાથી કાયમી પીડાઈ રહ્યા છે ત્યારે લોકોને આ અસુવિધામાંથી છોડવવા માટે કોઈ આગળ ન આવતું હોય લોકો કંટાળી ગયા છે. વાવડી રોડ ઉપર ગાયત્રીનગર અને જીવનજ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન કાયમી બન્યો હોવા છતાં પાલિકા ધ્યાન ન આપતા ગંદકીની સમસ્યા વકરી છે.આજે સવારે પણ જીવનજ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી વહેવાનું શરૂ થતા સોસાયટીના મહિલાઓ એકત્રિત થયા હતા અને છલકાતી ભૂગર્ભ ગટરની ગંદકી જાતે ઉલેચી હતી. આ સંજોગોમાં હવે નવા ચૂંટાઈ આવનાર કાઉન્સિલર વાવડીરોડના પ્રજાજનોને પડતી અસુવિધાનો સત્વરે ઉકેલ લાવે તેવું લોકો ઈચ્છી પણ રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/