હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ

0
38
/

હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે આવેલ માવલા તળાવમાં આજે બાર ટીટોડીના મુતદેહ મળી આવ્યા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ છે જે બાબતે હળવદ ના પશુ ડો‌ભોરાણીયા એ જણાવ્યું હતું કે આ ટીટોડીના મોત શેના કારણે થયા તેનું ચકાસણી હાલમાં જ ચાલુ છે જે બાબતે સૌ પ્રથમ હળવદ ત્યારબાદ રાજકોટ અને ત્યાંથી ભોપાલ ફોરેન સી રિપોર્ટ માટે મોકલવામાં આવશે રિપોર્ટ આવ્યા બાદ જ આનો સાચું કારણ જાણવા મળશે. હાલતો કોલડવેવ ના કારણે મોત થયા હોવાનું પણ દેખાય રહ્યું છે.

પરંતુ હાલમાં બ્લડ ફ્લૂની આશંકા વચ્ચે તેમના રિપોર્ટ કરવામાં આવની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા વિષ્ણુભાઈ રબારી કનકસિંહ અર્પણભાઈ. ડો. ભોરાણીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાના એવા દેવળીયા ગામમાં પક્ષીઓના મોત થતા લોકોમાં રીતસર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/