મોરબીના ડબલ મર્ડર કેસમાં આરોપી મમુ દાઢીની પોલીસ દ્વારા ધરપકડ

0
172
/

મોરબી : તાજેતરમા મોરબીના ખાટકીવાસમાં થોડા સમય અગાઉ સામાન્ય બાબતની તકરારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં ફાયરીગ અને ઘાતક હથિયારોથી બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણુ ખેલાતા બન્ને જૂથના એક એક વ્યક્તિની લોથ ઢળી હતી. આ ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડનો દોર આગળ વધારી વધુ એક આરોપીની ધરપકડ કરી હતી.

મોરબીના ખાટકીવાસમાં આવેલ રજપૂત બારશાખ શેરીમાં અગાઉ સામાન્ય બાબતે રફીકભાઈ રજાકભાઈ માંડવીયા અને મમુ દાઢી ઉર્ફે હનીફભાઈ ગુલામભાઈ કાસમાણીના જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. આ બન્ને જૂથ વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં બને પક્ષે એક એક વ્યક્તિની હત્યા થઈ હતી. બાદમાં બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવી હતી. આ જૂથ અથડામણમાં ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં બન્ને પક્ષના મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે અને જેલહવાલે છે. ત્યારે પોલીસે રફીકભાઈ રજકભાઈ માંડવીયાની ફરિયાદના કેસના મુખ્ય આરોપી મમુ દાઢી ઉર્ફે હનીફભાઈ ગુલામભાઈ કાસમાણીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/