કોરોનાના કેસોને લઈને જિલ્લા પ્રભારી સચિવે સરકારી હોસ્પિટલ સહિત અમુક વિસ્તારમાં મુલાકાત લીધી: જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી
હળવદ : મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ આજે કોરોનાના કેસોને લઈને હળવદની મુલાકાત લીધી હતી. તેમણે હળવદની સરકારી હોસ્પિટલમાં તેમજ અમુક વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જોકે હળવદના જુના ધનાળા ગામે કોરોનાથી એકનું મોત અને ચાર કેસ છતાં મુલાકાત ન લેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી.
મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા આજે હળવદની મુલાકાતે આવ્યા હતા. જોકે તેમણે હળવદના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી અને કન્ટેન્ટમેન્ટ ઝોનની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. જેમાં તેમણે શહેરની મોડેલ સ્કૂલમાં ઉભા કરાયેલા કોરોના માટેના આઇસોલેશ વોર્ડ, હાલમાં એક કેસ નોંધાયેલા વાણિયાવાડ વિસ્તારમાં મુલાકાત લીધી હતી. તેમજ હળવદની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જ્યારે જિલ્લા પ્રભારી સચિવની આજની હળવદની મુલાકાતને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. જેમાં તેઓ ખાસ્સો સમય સર્કિટ હાઉસમાં રોકાયા બાદ અમુક વિસ્તારોની માત્ર કહેવા પૂરતી જ મુલાકાત લીધી હતી. જ્યારે હળવદના જુના ધનાળા ગામે પાંચ કોરોનાના કેસો નોંધાયા છે અને એકનું મોત નીપજ્યું હતું તેમ છતાં પણ જિલ્લા પ્રભારી સિચીવે હળવદના જુના ધનાળા ગામની મુલાકાત લીધી ન હતી. જ્યારે તેઓ ધનાળાની મુલાકાતે આવે તેવી આશાએ સ્થાનિક અગ્રણીઓ ખાસ્સો સમય તેમની રાહ જોઈ હતી પણ પ્રભારી સિચીવે મુલાકાત લેવાનું ટાળતા સ્થાનિકોમાં કચવાટ ફેલાયો હતો.
હળવદના મામલતદારે પ્રભારી સચિવ નહીં આરોગ્ય સચિવ આવતા હોવાની જાણ કરી હતી
આજે હળવદની મુલાકાતે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા આવવાના હોવા છતાં મામલતદારે આરોગ્ય સચિવ મુલાકાત લેવાના હોવાનો પત્ર સંબંધિત અધિકારીઓને લખ્યો હતો. આ છબરડા અંગે મામલતદાર સાથે વાત કરતા પોતાને આરોગ્ય સચિવ મુલાકાત કરવાના હોવાની માહિતી મળતા લેટર લખ્યાંની કબૂલાત કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide