સરકારને રૂ. ૩૦ લાખથી વધુની આવક થઈ : ૨૨ લોકોએ હરાજીમાં ભાગ લીધો
Mehul Bharwad (Halvad) હળવદ : થોડા દિવસ પહેલા હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પટમાં બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ખનન કરવામાં આવેલી રેતીનો મસમોટો જથ્થો ખાણખનીજ વિભાગ દ્વારા ઝડપીને સીઝ કરવામાં આવ્યો હતો. આ સીઝ કરાયેલા રેતીના જથ્થાની ગત સોમવારના રોજ જાહેર હરાજી રાખવામાં આવી હતી. પણ રેતી ખરીદનારાઓએ કાર્ટેલ રચીને રેતીનો ભાવ ખુબ નીચો બોલતા અંતે તે દિવસે હરાજી મોકૂફ રાખવામાં આવી હતી. આજે ફરીથી હળવદ મામલતદાર કચેરી ખાતે જાહેર હરાજી રાખવામાં આવેલ હતી. જેમાં ૨૨ ખરીદદારોએ ભાગ લીધો હતો. જેમાં જપ્ત કરાયેલ રેતીનો મહત્તમ ૭૦ રૂપિયા પ્રતિ મેટ્રિક ટનનો ભાવ રાખવામાં આવ્યો હતો. જે ૭૪ થી ૭૬ રૂપિયા સુધી પ્રતિ મેટ્રિક ટન એ વેચાય છે.
થોડા દિવસો પહેલા હળવદના ધનાળા અને મયુરનગર ગામના ખુલ્લા પ્લોટોમાંથી ખાણખનીજ વિભાગે પોલીસ તંત્રને સાથે રાખીને બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદે ઉસડેલી રેતીનો ૪૩,૧૭૦ મેટ્રિક ટન જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે રેતીના આ જથ્થાની આજ રોજ જાહેર હરાજી કરવામાં આવેલ હતી. જેમાં રેતી ખરીદવા માટે ૨૨ ખરીદદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખાણ ખનીજ તરફથી મહતમ પ્રતિ મેટ્રિક ટનનો ૭૦ રૂપિયા ભાવ રખાયો હતો. ત્યારબાદ હાજર રહેલ રેતીના ખરીદદારો એ બોલી લગાવી હતી. જેમાં ૭૪ થી ૭૬ રૂપિયા સુધી આ રેતી ખરિદદારોએ ખરીદી હતી. જેથી, ઝડપાયેલ રેતીનો હિસાબ કરવા જઈએ તો રાજ્ય સરકારને ૩૦ લાખથી વધુની આવક થઈ છે. આ હરાજીમાં આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંગ, મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી યુ. કે. સીંઘ, દીક્ષિતભાઈ, અંકુરભાઇ, ભરતભાઇ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide