બ્રિજેશ મેરજાનાં રાજીનામાંથી મોરબીનાં કોગ્રેસનાં કાર્યકરો અને મતદારોમાં ભારે રોષ

0
81
/
ભાજપ સમજે કે વેચાયેલ ધારાસભ્ય તથા ખરીદનાર એટલા જ જવાબદાર છે, મેરજાની રૂબરૂ ખબર લેવાશે : કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી

મોરબી : ગઈકાલે રાજકીય અગ્રણી બ્રિજેશ મેરજાએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. આથી, મોરબીનાં મતદારો અને કાર્યકરોમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું હતું કે મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પક્ષ સાથે પોતાના આર્થિક લાભ માટે રાજય સભાની ચુંટણી ટાણે રાજીનામું આપી ભારે મોટી ગદારી કરેલ છે. મેરજાને જીતાડવા માટે તમામ કાર્યકરોએ જમીન-આસમાન એક કરેલ હતા. આમ છતાં મેરજાએ પક્ષને દગો કરતા તમામ આગેવાનો અને કાર્યકરોમાં ભયાનક ગુસ્સો પ્રવર્તે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા મેરજાને ખૂબ જ મહત્વ અપાયેલ આમ છતાં વિના કારણ માત્ર અને માત્ર નાણાંની લેવડ-દેવડ માટે રાજીનામું આપેલ છે. આ બાબતે જાણવા મળતી લોકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ નવલખી બંદર, રિવરફ્રન્ટ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટિના કામમાં કાયમી કોન્ટ્રાકટ આપી રાજીનામું અપાવેલ છે ત્યારે તમામ મતદારો એ શું આટલા માટે ચુંટાવેલ હતાં? એટલે આમ જનતા અને કાર્યકરો કલ્પનાતીત ગુસ્સામાં છે.

ઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મેરજા અજ્ઞાત હોય જયારે પણ આવશે ત્યારે મતદાતાઓ તેમનાં મતનો હિસાબ માંગવા તત્પર છે. આ બાબતને વેંચાયેલ ધારાસભ્ય તથા ખરીદાર લોકો એટલા જ જવાબદાર છે એટલે આ બાબતની ગંભીરતા સમજવી જોઈએ. લોકો ભાજપથી નારાજ હતા એટલે જ કોંગ્રેસને વિજયી બનાવેલ અને ધારાસભ્ય બન્યા પછી તેઓ ભાજપના સમર્થક બની ગયા આમાં મતદારોનો શું કસુર? તેમજ આ ધારાસભ્યને તેમજ ખરીદનારને આવનારા દિવસોમાં તેઓએ કરેલ આ કાર્યના હિસાબે બક્ષવામાં આવશે નહીં.

મેરજાને ટિકિટ આપી એનો વિરોધ કર્યો હતો, જો તે દિવસે વાત માની હોત તો આ ન થાત : પૂર્વ પાસ પ્રમુખ પ્રકાશ સવસાણી

ટંકારા પાસના પૂર્વ પ્રમુખ અને અનામત આંદોલન વખતે જેલમા જનાર પ્રકાશ સવસાણી એ તિખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મેરજાને ટિકિટ આપી, એમા આંતરીક રાજકારણ કરી પાસ દ્વારા બે જુથ થયુ હતું. ત્યારે ટંકારા, મોરબીના આગેવાનો એ જોરદાર વિરોધ કરી પક્ષ-પલટુને ટીકીટ ન આપવા જણાવ્યું હતું. જો ત્યારે અમારી વાત સાંભળી હોત તો આજે આ મોરબીના મતદારોને શર્મસાર થવાનો વખત ન આવ્યો હોત. તદ્ઉપરાંત, હાર્દિક પટેલ અંગત સ્વાર્થ માટે કામ કરે છે અને કોગેસનુ આંતરીક રાજકારણમા તેને કદ કાપ્યું છે. માટે એની નિગરાની હેઠળ આ ઓપરેશન પાર પડ્યુ અને આગામી દિવસોમાં વધુ ધડાકા થવાની વાત ઉચ્ચારી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/