હળવદમાં હડકાયા કુતરાનો આંતક : 23 જેટલા લોકોને બચકાં ભર્યા

0
65
/

ખાટલે મોટી ખોટ હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય લોકોને સુરેન્દ્રનગર – મોરબી ખસેડાયા

મોરબી : તાજેતરમા હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આંતક મચાવી 23 લોકોને બચકાં ભરી લેતા શહેરમાં હોહા દેકારો બોલી ગયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય ઇજાગ્રસ્ત લોકોને સારવાર ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આંતક મચાવી એક પછી એક 23 લોકોને બચકાં ભરી લેતા આ વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી જવાની સાથે નાસભાગ મચી જવા પામી હતી.બીજી તરફ માંદગીના બિછાને પડેલી હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટાપ્રમાણમાં સારવાર માટે હોસ્પિટલ આવેલા લોકોને સગવડતા મુજબ મોરબી અને સુરરન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/