મોરબીના આલાપ રોડ ઉપર છ મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી !!

0
89
/
પોશ વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાતા મહિલાઓનું પાલિકામાં હલ્લાબોલ

મોરબી : હાલ મોરબીના પોશ ગણાતા આલાપ રોડ વિસ્તારની સોસાયટીઓમાં છ મહિનાથી પાણી આવતું ન હોય છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આ સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓના ટોળાએ નગરપાલિકા કચેરીએ ઘસી જઈને મોરચો માંડ્યો હતો. મહિલાઓએ પાણી સહીત પ્રાથમિક સુવિધાના અભાવ મામલે ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ન્યુ આલાપનગર અને પટેલનગર સોસાયટીના પાણી પ્રશ્ને આ સોસાયટીની મહિલાઓનું ટોળું આજે મોરબી નગરપાલિકા. કચેરીએ રજુઆત કરવા દોડી ગયું હતું. જેમાં મહિલાઓએ નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખના પતિને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ગંભીર છે. તેમાંય છેલ્લા છ મહિનાથી પાણી આવતું જ નથી. આથી મહિલાઓને પાણીના ટેન્કર મંગાવવા પડે છે અને ઘણા સમયથી સ્થાનિક લોકોને પાણી વેચાતું લેવું પડે છે. જો કે બાજુની આલાપ સોસાયટીમાં ફૂલ ફોર્સથી પાણી આવે છે. પણ ન્યુ આલાપ સોસાયટીમાં પાણી સદંતર આવતું ન હોવાથી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.મહિલાઓ પાણી પ્રશ્ને સ્થાનિક નગરસેવક અને પાલિકામાં પણ અનેક વખત રજુઆત કરી હોવા છતાં દરેક રજુઆત બેઅસર રહેતા પાણી પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. હાલ મચ્છુ ડેમ છલોછલ ભરેલો છે. તેથી.પીવાના પાણીની કોઈ સમસ્યા નડે એમ નથી. આમ છતાં તેમની સોસાયટીમાં છતે પાણીએ વલખા મારવા પડે છે. આ સોસાયટીઓમાં અંદાજે 5 હજારની વસ્તી છે. આથી પાણી ન આવતા આ લોકોને ભારે મુસીબતો ભોગવવી પડતી હોય સતત અડધી કલાક સુધી મહિલાઓ ઉગ્ર રજુઆત કરી હતી. આ ઉપરાંત કચરાના ઢગલા અને બંધ સ્ટ્રીટ લાઈટ તેમજ ખરાબ રોડ રસ્તા મામલે પણ રજુઆત કરી હતી. રોડ એટલી હદે ખરાબ છે કે પ્રસુતિ માટે લઈ જવાથી પ્રસૂતાને સ્થળ ઉપર ડિલેવરી થઈ જાય તેવી રોડની હાલત હોવાનું જણાવ્યું હતું.આ રજુઆત સાંભળીને ઉપપ્રમુખ સહિતનાએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/