રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો ન જળવાતા હોવાથી લેવાયો નિર્ણય : શનિવારથી લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજીનો પ્રારંભ કરવામાં આવશે
કોરોના વાઈરસને ધ્યાને લઇ માર્કેટયાર્ડ દ્વારા અગાઉ લિમિટેડ ખેડૂતોને બોલાવી હરરાજી કરવામાં આવતી હતી પરંતુ સોમવારથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરાતા હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના પણ ખેડૂતો મોટી સંખ્યામાં તલ, ધાણા, જીરું, એરંડા સહિતનો પાક વેચવા માટે ઉમટી પડતા હતા. જેથી, સરકાર દ્વારા કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે જાહેર કરાયેલા નિયમો મુજબ પાલન ન થતું હોવાથી યાર્ડ ના વેપારીઓ દ્વારા એક બેઠક કરી આ બાબતની રજૂઆત માર્કેટ યાર્ડના સત્તાધીશોને કરી હતી. જેથી, યાર્ડ દ્વારા આજથી બે દિવસ માટે હરાજી બંધ કરવામાં આવી છે અને બે ટોલફ્રિ નંબર જાહેર કરાયા છે. જેથી, ખેડૂતો તે નંબર પર રજિસ્ટ્રેશન કરાવી શકે જેથી રજીસ્ટ્રેશ કરાયેલા જ ખેડૂતોને શનિવારથી ચાલુ થતા યાર્ડમાં લિમિટેડ સંખ્યામાં બોલાવી હરરાજી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
હળવદમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી અને નોંધાય પણ નહીં તે જવાબદારી આપણી છે : માર્કેટ યાર્ડ ચેરમેન
હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ એ જણાવ્યું હતું કે અત્યાર સુધી હળવદ કોરોના મુક્ત રહ્યું છે અને કોના મુક્ત મુક્ત રહે તે માટે તમામ તકેદારીના પગલાં ભરવા પડે તે પણ જરૂરી છે હળવદની આજુબાજુના તાલુકામાંથી કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. માર્કેટયાર્ડમાં પણ તાલુકા ઉપરાંત અન્ય તાલુકાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી, સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન ન થતું હોવાથી માર્કેટયાર્ડને બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે અને શનિવારથી હરાજીનો પ્રારંભ કરવામાં આવશે તે પણ લિમિટેડ ખેડૂતોને જ બોલાવીને.
શનિવારથી રજીસ્ટેશન થયેલા લિમિટેડ ખેડૂતો ને પોતાની જણસો વેચવા બોલાવવામાં આવશે : સેક્રેટરી
હળવદ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટેના તમામ પ્રકારના તકેદારીના પગલાં ભરી સોમવારથી હરરાજીનો પ્રારંભ કરાયો હતો પરંતુ માર્કેટયાર્ડમાં વધુ ભીડ રહેતી હોવાને કારણે વેપારીઓ દ્વારા ગઇકાલે એક બેઠકનું આયોજન કરાયું હતું. અને તેઓ દ્વારા જણાવાયું હતું કે માર્કેટયાર્ડમાં વધુ ભીડ રહેતી હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જણવાતું નથી તેમજ ઘણા લોકો મોઢું પણ ઢાંકતા નથી. જેની રજૂઆતના પગલે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે કે શનિવારથી લિમિટેડ ખેડૂતોને જ બોલાવી હરાજી કરવામાં આવશે. જેથી, ખેડૂતોએ નોંધણી કરવા માટે 75674 69249, 78745 42057 નંબર પર ફોનથી નોંધણી કરાવી શકે છે. જેનો સમય સવારે 10.00 થી 1.00 અથવા ઓનલાઈન નોંધણી (૨૪ કલાક) કરાશે. જે લિંક પર ક્લિક કરી નોંધણી કરાવી શકાશે જેથી લિંક મેળવવા માટે
90337 21811 નંબર મોબાઇલમાં સેવ કરી આપનું નામ લખી આ નંબર પર વૉટસએપ કરવાથી નોંધણી માટેની લિંક મળશે.
માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં અને માસ્ક ન પહેતા લોકો દંડાશે : મામલતદાર
હળવદ માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તેમ જ ઘણા લોકો મો પર માસ્ક વગર જ ફરતા હોય. જેથી, મામલતદાર વિ. કે. સોલંકીએ જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા માર્કેટયાર્ડમાં પણ તપાસ કરવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા હોય અને માસ્ક પહેર્યા વગરના લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide