રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું
હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી સેન્ટર ચાલુ કર્યું હતું જોકે હવે આ ખરીદી સેન્ટર માત્ર બે દિવસ જ ચાલુ રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે જેથી રજીસ્ટ્રેશન કર્યું હોય અને નંબરના આવ્યો હોય અથવા તો નંબર આવ્યા પછી આવી ન શકાણું હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એમ બે દિવસમાં ખરીદિ સેન્ટર પર આવી જવા જણાવાયું છે.
ખેડૂતોને ચણાનો ભાવ યોગ્ય મળી રહે તે માટે ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી હતી જોકે પાછળથી ૧૨૫ મણ ચણા ની ખરીદી ને બદલે માત્ર ૨૫ થી ૨૭ મણ ચણા ની ખરીદી કરવામાં આવતી હતી જેના કારણે ખેડૂતો પણ માંગ કરી રહ્યા હતા કે જે પહેલા ચણા ની ખરીદી કરવામાં આવતી હતી એટલી જ માત્રામાં ચણા ની ખરીદી કરવામાં આવે જોકે તેમાં ખેડૂતોની માંગ સંતોષાઇ ન હતી અને ૨૫ થી ૨૭ મણ જ ચણાની ખરીદી કરવામાં આવેલ હતી.
હળવદ તાલુકામાં ટેકાના ભાવે ચણા વેચવા માટે ૧૪૦૦ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં ૧૦૭૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ચણા નું વેચાણ કર્યું છે જોકે ૩૩૦ ખેડૂતો હજુ પણ બાકી રહ્યા છે ત્યારે હળવદ માર્કેટ યાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ચાલતા ટેકાના ભાવે ચણા ના ખરીદી સેન્ટરને આગામી બે દિવસ બાદ બંધ કરવામાં આવનાર છે જેથી રજીસ્ટ્રેશન કર્યું હોય અને જે ખેડૂતો નો વારો નથી આવ્યો અથવા તો વારો આવ્યા બાદ આવી ન શકાણું હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એમ બે દિવસમાં માર્કેટયાર્ડ ખાતે ચાલતા ચણા ખરીદી સેન્ટર પર ચણા લઈ આવી જવા જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide