મોરબીના રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

0
68
/
શુભ પેલેસ એપાર્ટમેન્ટના 91 જેટલા રહીશો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા

મોરબી : રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેન્ક કેશિયર કોરોનાથી સંક્રમિત થયા અને અને અને બે દિવસ બાદ કોરાનાના કારણે તેમનું અવસાન થયું હતું. ત્યારે 14 દિવસ બાદ કલેકટરની મંજૂરી બાદ આજે શુભ પેલેસ એપાર્ટમેન્ટના રહીશોનો ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

રવાપર ગામે આવેલ શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને એસબીઆઈ બેકના કર્મચારી હેમાંગભાઈ વજેરીયાને ગત તા.9 ના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ આ કોરના પોઝિટિવ દર્દીનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. ત્યારે શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો અને આ એપાર્ટમેન્ટના 24 જેટલા ફ્લેટમાં રહેતા 91 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આજે તેમના ક્વોરન્ટાઇન પિરિયડને 14 દિવસ પૂર્ણ થતાં કલેકટરની મજૂરી સાથે મોરબી ગ્રામ્ય મામલતદાર જાડેજા અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ મહિલા સરપંચના પતિ સંજયભાઈ આધારા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતનાની હાજરીમાં આ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/