પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે અને પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઇ
જામનગર, મોરબી, રાજકોટ અને કચ્છ જીલ્લાને પુરક પાણીની વ્યવસ્થા માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-2 આધારિત 300 એમ.એલ.ની પાઈપ લાઈન આધારિત પાણીની જાહેરાત કરવામાં આવી છે. જેથી, તેની અમલવારી માટે જે વિસ્તારોમાંથી પાઇપ લાઇન પસાર થઈ રહી છે. તેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ખેડૂતો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જેથી, આજે પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદમાં ખેડૂતો અને સરપંચ સાથે બેઠક યોજી તેઓની સમસ્યા સાંભળી હતી. સાથે સાથે પીવાના પાણીની સમસ્યાને લઇ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી
હળવદના બ્રાહ્મણી-2 ડેમથી મોરબીના નવાસાદુરકા સુધી જે પાણીની પાઇપ લાઇન નાખવામાં આવે છે. જેનો 30 જેટલા ગામના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે અગાઉ કેનાલ નીકળી તેમાં પણ અમારી જમીનો કપાઈ ગઇ હતી અને હવે ખોદકામ કરી પાઇપ લાઇન નાખવામાં આવે છે. જેને કારણે જમીનનું લેવલ બગડી જાય સાથે કેનાલ હોવા છતાં પણ પાઇપ લાઇન નાખવામાં આવે છે. જેથી, જો પાઇપ લાઇન નાખવામાં આવે તો ખેડૂતોને ક્યારેય પણ સિંચાઈનું પાણી મળી શકે તેમ નથી. જે માટે પાઇપલાઇન નાંખવા સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. જેને લઇ આજે પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ ખેડૂતો અને સરપંચો સાથે બેઠક યોજી ખેડૂતોની સમસ્યા સાંભળી હતી. સાથે જ હળવદના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યા વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જીલ્લા કલેકટર જે.બી.પટેલ, આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંગ, મામલતદાર વિ. કે. સોલંકી સહિતના અધિકારી તેમજ જુદા જુદા ગામના ખેડૂતો, સરપંચ અને આગેવાનો હાજર રહેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide