પરવાના વાળું હથિયાર અન્યોને ભડાકા કરવા આપવા બદલ ગુન્હો નોંધાયો
હળવદ : હાલ હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગત તા.28ના રોજ લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરવા પ્રકરણનો વિડીયો વાયરલ થયા બાદ હળવદ પોલીસે ભડાકા કરનાર ચાર શખ્સોને ગિરફતમાં લઈ પરવાના વાળુ હથિયાર અન્યોને ઉપયોગ કરવા સબબ આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરતા આરોપીઓને હવામાં ભડાકા કરવા ભારે પડયા છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગત તા.28ના રોજ શંકરભાઇ ખેંગારભાઈ કોળીની પુત્રી કિરણના લગ્ન હોય ગામમા રોફ જમાવવા ખેંગારભાઈ ગાડુભાઈ કોળી, દેહરભાઈ ખેંગારભાઈ કોળી, કેહરભાઈ ખેગારભાઈ કોળી તથા દિલિપભાઈ ઉર્ફે દિલાભાઇ માલાભાઈ કોળી નામના શખ્સોએ સંગીતના તાલે નીકળેલા ફૂલેકામાં ફાયરિંગ કર્યા હતા. જે અંગેનો વિડીયો વાયરલ થતા જિલ્લા પોલીસવડા અને નાયબ જિલ્લા પોલીસ વડાએ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા.
દરમિયાન હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં જ હવામાં ભડાકા કરનાર ચારેય આરોપીઓને ગિરફતમાં લઈ પૂછતાછ કરતા આરોપીઓએ ગુન્હાની કબૂલાત આપતા ચારેય વિરુદ્ધ આર્મસ (એમેન્ડમેન્ટ)એક્ટ ૨૦૧૯ ની કલમ ૨૫(૯), ૨૭, ૩૦ તથા ઇ.પી.કો.કલમ ૩૩૬,૧૮૮ મુજબ ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide