હળવદમાં ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો

0
37
/
વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા

મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં હળવદમાં દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે માળીયા પંથકમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો અનુસાર શુક્રવારની રાત્રે હળવદ અને વાંકાનેર પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સરકારી ચોપડે નોંધાયેલા વરસાદી આકડા મુજબ હળવદમાં શુક્રવારે રાત્રે ભારે પવન અને ગાજવીજ વચ્ચે 37 મીમી અને વાંકાનેર પંથકમાં 28 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે માળીયા પંથકમાં માત્ર 2 મીમી વરસાદ નોંધાયો હતો. અન્યત્ર ક્યાંય વરસાદ નોંધાયો ન હતો.

જ્યારે વાંકાનેરના અમારા પ્રતિનિધિ હરદેવસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર વાંકાનેર પંથકમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે વાંકાનેરના વેલનાથપરા અને 25 વારીયા પ્લોટ વિસ્તારમાં તોતોંગ વૃક્ષો ધારાશયી થયા હોવાના અહેવાલ મળે છે. તેમજ હળવદના અમારા પ્રતિનિધિ મેહુલભાઈ ભરવાડના જણાવ્યા મુજબ ગત રાત્રે હળવદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ગત રાત્રીના વરસાદી માહોલ બાદ આજ સવારથી ફરી બફારો અને ઉકળાટ શરૂ થયેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/