મોરબીમાં રવિવારે નિ:શુલ્ક રોપા વિતરણ કરવામાં આવશે

0
92
/
મયુર નેચર ક્લબ, મોરબી અને ટંકારા વન વિભાગ, પુસ્તક પરબ તથા મોરબી અપડેટનો પર્યાવરણ જતન માટે સહિયારો પ્રયાસ

મોરબી : પર્યાવરણની જાળવણી અને માવજતનાં ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીવાસીઓ માટે નિઃશુલ્ક રોપા વિતરણ માટેનાં કાર્યક્રમનું આયોજન મયુર નેચર ક્લબ-મોરબી, તેમજ સામાજિક વનીકરણ-રાજકોટ વિભાગ અંતર્ગત મોરબી અને ટંકારા વન વિભાગ, પ્રેસ ફ્રેન્ડ્સ ક્લબ-મોરબી, મોરબી અપડેટ તથા પુસ્તક પરબ-મોરબી ટીમના સહીયારા પ્રયાસ થકી કરાયું છે. આ પ્રોગ્રામના અનુસંધાને મોરબીવાસીઓ આગામી તા.14-06-2020નાં રવિવારના રોજ સવારે 9.30 કલાકથી કે. કે. સ્ટીલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે વ્યક્તિદીઠ 1-1 રોપા નિઃશુલ્ક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સાવચેતીના ભાગરૂપે દરેક લોકોએ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રેહશે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/