હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો

0
88
/

માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સર્વે રોગ નિદાન કેમ્પનું નિઃશુલ્કપણે હરીપર માળીયા(મી.)આંગણવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ન્યુરો સર્જન,ઓર્થોપેડીક સર્જન ,કાડિયોલોજી,જનરલ સર્જન,યુરો સર્જનની આયુષ હોસ્પિટલ અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.
કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ,પ્રસુતિની તપાસ,મલેરીયાની તપાસ,બીપી તપાસ,હિમોગ્લોબીનની તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી.જી બાવરવા અને એની ટીમ તથા અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયા અને દેવાભાઇ જીવાભાઈ એ વિશેષ સહયોગ આપ્યો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/