ટંકારા: લજાઇમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માનવ મંદિરની શીલાન્યાસ વિધી સંપૂર્ણ

0
123
/
છેવાડાના અને ત્યજાયેલા વર્ગનો સહારો બનવાનું માનવ મંદિરનો મુખ્ય હેતુ

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા તીર્થધામ ભીમનાથ મહાદેવ મંદિર પાસે રૂ. 10 કરોડના ખર્ચે બે વર્ષમાં ભવ્ય અને દિવ્ય માનવ મંદિર બનશે. જેના નિર્માણ માટેની શીલા ન્યાસ વિધી સંપન્ન કરવામાં આવી છે. અષાઢી બીજના પવિત્ર દિવસે મુખ્ય દાતા ડી. એલ રંગપરિયા અને તેના પરિવારજનોના વરદહસ્તે શાસ્ત્રોક્ત વિધિવત શીલા પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવેલ હતું. આ તકે ઉમિયા માનવ ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કાગથરા અને ટીમ સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ હતા.

મોરબી પાસે આવેલ ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર પાસે રૂ. દશ કરોડના ખર્ચે ભવ્ય અને દિવ્ય માનવ મંદિર નિર્માણ પામશે. સમાજના ગરીબ, નિરાધાર, વિધવા, ત્યકતા, વિધુર અને વયોવૃદ્ધ વડીલો તેમજ અનાથ બાળકો માટે સ્વમાનભેર જીવન જીવી શકે તે જ આ માનવ મંદિરના નિર્માણનો મુખ્ય ઉદેશ્ય હોવાનું ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પોપટભાઈ એ જણાવેલ હતું. તેમજ આ તકે તેઓએ વધુમા જણાવેલ કે માનવ મંદિરના નિર્માણ માટે કોઈ જ પ્રકારના ફંડ-ફાળા ઉઘરાવ્યા વગર જ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના એક સોથી વધુ સભ્યો દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ માનવ મંદિરનું પ્રેરક આયોજન કરવા આવેલ છે.

સરકારની ગાઈડલાઇન અને સોશીયલ ડિસ્ટન્સ જાળવી શાસ્ત્રોક્ત વિધિવત પૂજન અર્ચન સાથે અષાઢી બીજના પવિત્ર દિવસે માનવ મંદિરના મુખ્ય દાતા ડી. એલ. રંગપરીયાના વરદ હસ્તે માનવ મંદિરનું શિલા પૂજન અને ધ્વજારોહણ વિધિ સંપ્પન કરવામા આવેલ હતી. આ તકે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના મોભી પોપટભાઈ કગથરા સહિત ટ્રસ્ટી ગોપાલભાઈ, લાલજીભાઈ, ભરતભાઈ, રમેશભાઈ સહિત મોરબી અને રાજકોટથી પણ સરકારની નિયત ગાઈડ લાઈનના પાલન સાથે તમામ ટ્રસ્ટીઓ દ્વારા મુખ્ય દાતાને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

ઉલ્લેખનીય છે કે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ પંથકમાં અનેકવિધ સામાજિક સેવાઓની સાથે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે આ પ્રેરક આયોજન સમાજના શ્રેષ્ઠિઓ અને મોભીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ત્યારે તેના પ્રેરણા સ્ત્રોત સમાન જાણીતા શિક્ષણવિદ અને ઉદ્યોગપતિ પાટીદાર રત્ન સ્વર્ગસ્થ ઓ. આર. પટેલના વિચાર બીજને સાકાર કરી આવનારા બે વર્ષમાં માનવ મંદિર સમાજના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે, તેમ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સહીત તમામ ટ્ર્સ્ટીગણનું માનવું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/