લાલપરમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ

0
52
/
કુલ કિ.રૂ. 15,500ની દેશી દારૂ જપ્ત

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા અન્ય એક શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.

ગઈકાલે તા. 21ના રોજ લાલપર ગામમાં નાઇસ સિરામીક સામે બાવળની કાંટમાં ગે.કા.પાસ, પરમીટ વગર કે આધાર વગર પ્લાસ્ટીકના બાચકામાં દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-155, લી-775, કિ.રૂ. 15,500 નો મળી આવ્યો હતો. આ મુદ્દામાલ જગદીશભાઇ પરસોત્તમભાઇ માનેવાડીયા (ઉ.વ.20, ધંધો-મજુરી, રહે. ત્રાજપર) એ વેચાણ કરવાના ઇરાદે રવિભાઇ હેમંતભાઇ કુંવરીયા (રહે. મોરબી) પાસેથી લીધેલ હતો. આ બનાવમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે જગદીશની અટકાયત કરી છે. જયારે રવિને પકડવા તજવીજ હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/