મધ્યપ્રદેશમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમો મોરબીથી પોલીસ ના હાથે ઝડપાયા

0
50
/

તાજેતરમા મધ્યપ્રદેશ રાજ્યમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમો મોરબીના અલગ અલગ સ્થળે ફેક્ટરીમાં કામ કરતા હોય જે બાતમીને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે બંને આરોપીને ઝડપી લઈને મધ્યપ્રદેશ પોલીસને સોપ્યા છે

રાજમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના કોતવાલી પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં આરોપી મુકેશ કાલીયા મોહનીયા (ઉ.વ.૨૪) રહે જાંબુઆ એમપી વાળાને મોરબી રંગપર ગામ લેવીન્જા સિરામિક ઓરડીમાંથી ભોગ બનનાર સાથે ઝડપી લીધો છે

જયારે જાંબુઆ જીલ્લાના કોતવાલી પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં આરોપી આકાશ ઉર્ફે રાજ જોરૂભાઈ ખરાડી (ઉ.વ.૧૯) રહે અલીરાજપુર એમપી વાળો મોરબી લીલાપર રોડ પર વિલ્સન પેપરમિલ પાસે ઓરડીમાંથી ઝડપાયો હતો જે બંને આરોપીને ઝડપી લઈને મધ્યપ્રદેશ પોલીસને સોપવામાં આવ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/