મોરબીના માધાપર-મહેન્દ્રપરા વિસ્તારમાં રોડના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુર્હત થયું

0
66
/

તાજેતરમા મોરબીના માધાપર-મહેન્દ્રપરા વિસ્તારમાં એક કરોડના ખર્ચે નવા રોડ બનાવવાના હોય જે રોડના કામના ખાતમુર્હત ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યા હતા

મોરબીના માધાપર મેઈન રોડ, નાકાવાળી મેલડી માતાજી મેઈન રોડ, માધાપર મહેન્દ્રપરા રોડ, ચેનલ ગટર અને કપિલા હનુમાનજી મંદિર ચોકમાં એક કરોડના ખર્ચે નવા રોડના કામો મંજુર કરવામાં આવ્યા હોય જે રોડના કામોના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, મીનાબેન હડીયલ, હનીફભાઈ તેમજ સ્થાનિક આગેવાન પ્રભુભાઈ નકુમ, કરશનભાઈ હડીયલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉપરાંત પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કેતનભાઈ વીલપરા, જિલ્લા કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, મોરબી શહેર મહામંત્રી અને પૂર્વ કાઉન્સીલર ભાવેશભાઈ કંઝારીયા, તેમજ રીસીપભાઈ કૈલા, મોરબી શહેર કિસાન મોરચાના પ્રમુખ કે. કે પરમાર, પૂર્વ કાઉન્સીલર અનિલભાઈ હડીયલ , તથા નિર્મળાબેન હડીયલ સ્થાનિકે આગેવાન દિનુમામા, ચંદુભાઈ રામાવત, જગદીશભાઈ, મીનાબેન, રતનશીભાઈ મોહસીનભાઈ વિગેરે ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી આગેવાનોને ફૂલહાર કરી મોઢા મીઠા પણ કરાવેલ હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/