મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ

0
82
/
રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો

મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી ચૂકી છે. માર્કેટમાં 500થી વધુ રાખડીઓ જોવા મળે છે. આ વખતે ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ હોટ ફેવરિટ છે. આ રાખડીઓ બજારમાં એકદમ નવી આવી છે.

ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓની વિશેષતાએ છે કે તેમાં ભાઈનો ફોટા રાખી શકાય છે. અને કાર્ટૂનની સાથે મેગ્નેટવાળી રાખડીઓમાં પણ ફોટો રાખી શકાય છે. આ રાખડીનો ભાવ રૂ.110 થી 150 સુધીનો છે. ચાંદી, કાર્ટૂન, રૂદ્રાક્ષની રાખડીઓનો ભાવ રૂ.100 થી રૂ.300 સુધીનો છે. ઉપરાંત, ભાઈના નામવાળી રાખડીઓ પણ માર્કેટમાં મળે છે. આ રાખડીઓના રૂ.200 થી વધુનો ભાવ છે. જ્યારે રૂ.10 થી માંડીને રૂ.400 ના ભાવની રાખડીઓ બજારમાં મળે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ભાઈની સાથે ભાભીને રાખડીઓ બાંધવાનું શરૂ થયું છે. આથી આ ભાઈ-ભાભીની રાખડીઓનું ચલણ વધ્યું છે. જોકે નવીન પ્રકારની રાખડીઓનું જોઈએ તેવું માર્કેટ જામતું નથી અને હોલસેલમાં પણ માર્કેટ જામતું નથી, તેવું વેપારીઓનું કહેવું છે.

જોકે મોરબીના માર્કેટમાં ચાઈનીઝ રાખડીઓ મળતી નથી. માત્ર ભારતીય બનાવટની રાખડીઓ મળે છે. જ્યારે ભાઈ-બહેન પવિત્ર પ્રેમ સમાન તહેવારને હવે પંદર દિવસની વાર છે. હાલ કોરોનાનું વર્ચસ્વ છે. આમ છતાં પણ રક્ષાબંધનને લઈને ભાઈ બહેનોમાં ભારે ખુશાલી જોવા મળે છે. જોકે માર્કેટમાં હજુ તેજી નથી પણ થોડા દિવસોમાં રાખડીની ખરીદી વધશે તેવી વેપારીઓને અપેક્ષા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/